Gujarati Poem on Krishna. In this poem, the writer expresses his feelings when he is seen asking people where Krishna resides.
શીર્ષક: કૃષ્ણ નું સરનામું..!!
રાધા ના જાનઝર ની રણકાર ને પૂછી,
ગોપીયો ના વિરહ ને પૂછી,
સુની વાંસળી ના સુર ને પૂછી,
જમુના ના વહેતા ઉદાસ નીર ને પૂછી,
કર્યો પ્રયાસ મેં જાણવાને,
કૃષ્ણ નું સરનામું. (1)
દ્રૌપદી ના ચીર ને પૂછી,
અર્જુન ના વિશ્વાસ ને પૂછી,
ચક્રવ્યુંહ તોડનાર વીર અભિમન્યુની ને પૂછી,
બાણ શૈયા પર સુતેલા પિતામહ ભીષ્મ ને પૂછી,
કર્યો પ્રયાસ મેં જાણવાને,
કૃષ્ણ નું સરનામું. (2)
સુદામા ના તાંદુલ ને પૂછી,
કુબ્જાની શ્રદ્ધા ને પૂછી,
અષ્ટપટરાણીયો ના પ્રેમ ને પૂછી,
ડાકોરથી દ્વારકા વહેતી ગોમતી ને પૂછી,
કર્યો પ્રયાસ મેં જાણવાને,
કૃષ્ણ નું સરનામું. (3)
અંતે,
થાકીને જયારે સ્વયં ની અંદર ડોકિયું નાખ્યું,
ત્યાંતો તરત જ જળ્યુ મને,
શ્રીકૃષ્ણ નું સરનામું.
– Rahul Rajendra Desai
If you read the above Gujarati Poem on Krishna you would realize that Krishna can be found within ourselves. Krishna is not interested in Material offerings but rather devotional offerings. So, the next time you visit the temple or Pray at home, make sure you surrender yourself to Krishna. Then see the difference it brings to your life.
More Poems from Writer
Allow me to introduce myself as an aspiring writer with a passion for inspiring individuals in both their personal and professional journeys. My aim is to shed light on the essence of life, emphasizing the significance of relationships and fostering personal growth. Through my writing, which encompasses small quotes, short poems, and articles, I strive to empower others to navigate life's complexities with clarity and purpose.